Add parallel Print Page Options

અને યહોવાના વચનથી તેણે વેદીને પોકારીને કહ્યું,

“વેદી, વેદી આ યહોવાનાં વચન છે; ‘સાંભળ, દાઉદનાં વંશમાં યોશિયા નામે એક બાળક અવતરશે, તે તારી પર બલિદાન ચઢાવશે, પર્વતના શિખર ઉપરની દેરીઓના યાજકો જેઓ અત્યારે તારા પર ધૂપ ચઢાવે છે પરંતુ યોશિયા તારી પર મનુષ્યનાં હાડકાને બાળશે.’”

Read full chapter

તેના શાસનના આઠમે વર્ષે તે હજી કાચી ઉંમરનો જ હતો ત્યારે, તેણે પોતાના પિતૃ દાઉદના દેવની ભકિત કરવાનું શરૂ કર્યુ. બારમે વર્ષે તેણે ટેકરી ઉપરનાં સ્થાનકો, અશેરાદેવીની પ્રતિમાઓ અને બીજી બધી મૂર્તિઓ હઠાવી, યહૂદા અને યરૂશાલેમનું શુદ્ધિકરણ કરવાનું શરૂ કર્યુ.

Read full chapter