Add parallel Print Page Options

આગેવાનોની નિમણૂક

“તે વખતે મેં તમને લોકોને જણાવ્યું હતું કે ‘હવે હું એકલો તમાંરા બધાનો બોજો ઉપાડી શકું તેમ નથી. 10 કારણ કે યહોવાએ તમાંરો વંશવેલો ઘણો વધાર્યો છે, આજે તમે આકાશના તારાઓ જેટલા થઈ ગયા છો. 11 તમાંરા પૂર્વજોના દેવ યહોવાએ તમાંરી સંખ્યા 1,000 ગણી વધારી છે. તે તમને તેના વચન પ્રમાંણે આશીર્વાદ આપે. 12 પણ હું એકલો તમાંરા સૌના ઝઘડા અને પ્રશ્ર્નોનું નિરાકરણ કેવી રીતે કરી શકું? 13 માંટે તમે પ્રત્યેક કુળસમૂહમાંથી શાણા, સમજુ અને અનુભવી માંણસોને પસંદ કરો અને હું તેમને તમાંરા આગેવાન તરીકે નિયુકત કરીશ.’

14 “અને તમે સૌ સંમત થયા હતા અને કહ્યું કે ‘તમાંરો અભિપ્રાય સારો છે અમે તે કરીશું.’

15 “તેથી પ્રત્યેક કુળમાંથી હોશિયાર અને અનુભવી માંણસોને મેં પસંદ કર્યા અને તેઓને તમાંરા આગેવાનો અને અમલદારો તરીકે નિમ્યા; કેટલાકને 1,000ના, કેટલાકને 100ના, કેટલાકને 50ના તો કેટલાકને 10ના આગેવાનો બનાવ્યા. અને મેં બીજાને પ્રત્યેક કુળસમૂહના અમલદારો નીમ્યાં.

Read full chapter